➥ સામાન્ય સંજોગોમાં તો પોતાની જબાનથી કોઈની બુરાઈ કરવી જાઈઝ નથી,પરંતુ કોઈના ઉપર ઝુલ્મ થયો હોય તો તે ઝુલ્મને લોકો સમક્ષ બયાન કરી શકે છે,અને પોતાનો હક વસૂલ કરી શકે છે.
➥ યહૂદીઓની નાફરમાની અને કુકર્મો પૈકી અમુક નિમ્ન છે.(૧)હજરત મરિયમ(રદિ.)પર તોહમત(ખોટો આરોપ) લગાવી.(૨)હજરત ઇસા(અલ.)ને કતલ કરવાનું કાવતરું રચ્યું અને કતલ કરી દેવાનો દાવો પણ કર્યો, પરંતુ અલ્લાહે તેમને જીવંત હાલતમાં આસમાન પર ઉઠાવી લીધા.(૩)અન્ય લોકોને પણ અલ્લાહનો દીન કબૂલ કરવાથી રોકતા હતા.(૪)વ્યાજખોરી અને હરામખોરીમાં વ્યસ્ત હતા.(૫) દરેક પ્રકારની બુરાઈઓમાં મગન હોવા છતાં પોતાને અલ્લાહના બેટા અને પ્રિય (ચહીતા અને લાડલા) સમજતા હતા.(૬)અલ્લાહે ફલસ્તીનને કોમે અમાલિકાના કબ્જાથી મુક્ત કરવા માટે તેમને હજરત મુસા(અલ.) સાથે મળીને લડવાનો હુકમ આપ્યો તો આ હુકમનો એમ કહી અનાદર કર્યો કે "હે મુસા! તમે અને તમારો પરવરદિગાર જાઓ અને લડો, અમે તો અહિયાં જ બેસીએ છીએ."(જેની સજામાં અલ્લાહે તેઓને ચાલીસ વર્ષ સુધી ફલસ્તીનની જમીનથી વંચિત અને મહરૂમ કરી દીધા.)(૭) રસૂલ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ પાસે ફેસલા માટે આવતા,મનમરજીના ફેસલા કબૂલ કરતા,અન્યથા કબૂલ ન કરતા.(૮)પોતાના ગુનાહોના લઇ આવનાર આર્થિક પરેશાનીઓમાં અલ્લાહ તઆલા વિશે પણ અપશબ્દો બોલતા અને કહેતા કે અલ્લાહના હાથ બંધાઈ ગયા છે, અલ્લાહ ફકીર અને હમે માલદાર છીએ.(૯)હંમેશા મુસલમાનો દરમિયાન લડાઈની આગ ભડકાવતા અને જમીનમાં બગાડ ફેલાવવાની કોશિશો કરતા હતા.(૧૦)તેમના સંતો અને આલીમો પણ તેમને બુરાઈઓથી ન રોકતા, છેવટે અલ્લાહે દાઉદ (અલ.) અને ઇસા (અલ.) જેવા નબીઓની જબાનથી તેમને મલઉન (અલ્લાહની રહમતથી દૂર) જાહેર કર્યા.(ઉપરોક્ત મુદ્દાઓ પૈકી ઘણા મુદ્દાઓ સુરએ માઇદહ્માં બયાન કરવામાં આવ્યા છે,પરંંતુ સમજ્ણમાં સહુલત માટે એક સાથે લખવામાં આવ્યા છે.)
➥ અલ્લાહે પોતાના અમુક બંદાઓને વહીની દોલતથી નવાઝીને નબી અને રસૂલ બનાવ્યા,જેમાં મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ સિવાય ઘણી મોટી સંખ્યામાં (જે હદીષ મુજબ લગભગ એક લાખ ચોવીસ હઝાર છે.) નબીઓ અને રસૂલોનો સમાવેશ થાય છે,જેમાંથી અમુકનું કુર્આનમાં વર્ણન કરવામાં આવ્યું અને બાકી નબીઓના હાલાત અને તેમની મેહનતો અલ્લાહ જ જાણે છે, કુર્આનમાં તેમનું વર્ણન કરવામાં નથી આવ્યું, દરેક નબીનું મૂળભૂત કામ લોકોને નેકીઓ પર મળનાર ષવાબની ખુશખબરી અને ગુનાહો પર મળનાર સજાની ચેતવણી આપી તેમને એક અલ્લાહની ઈબાદત અને નેકીઓની દાવત આપવાનું હતું, જેથી આખિરતમાં લોકો બહાનું ન કાઢે કે હમોને જાણ ન હતી.
➥ ઇસાઈઓ (ખ્રિસ્તી સમાજ) ને આમંત્રણ આપવામાં આવે છે કે હવે છેલ્લા નબી (મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ )અને છેલ્લી કિતાબ કુર્આન આવી ગઈ છે,તેનું અનુકરણ કરી સીધા રસ્તા તરફ આવો,હજરત ઇસા (અલ.)વિશે અલ્લાહ અથવા અલ્લાહના બેટા અથવા અલ્લાહનો કોઈ ભાગ હોવાના અકીદાથી તોબા કરી તવ્હીદના અકીદા પર આવી જાવ, જો અલ્લાહ તરફથી હજરત ઇસા(અલ.) અને તેમની વાલિદા પર કોઈ આફત આવી જાય તો તે પણ નથી રોકી શકતા, તેઓ સામાન્ય માણસની જેમ ભોજન પણ કરે છે,પછી તે ખુદા કેવી રીતે હોય શકે? ઇસા(અલ.)ને પણ અલ્લાહના બંદા હોવા પર કોઈ શર્મ નથી,જેઓ અલ્લાહની ઈબાદતથી શર્મ અને તકબ્બુર કરશે તેઓ પીડાદાયક અઝાબના હકદાર બનશે.
【સૂરએ માઇદહ】
➥ અલ્લાહ અને લોકો સાથે કરેલા વાયદા પૂરા કરો,ખાવાપીવાની વસ્તુઓમાં હલાલ-હરામનો ખ્યાલ રાખો, જે હલાલ જાનવર અલ્લાહનું નામ લઈને શરઈ માર્ગદર્શન મુજબ ઝબહ કરવામાં આવ્યું હોય તેના સિવાય દરેક જાનવરનું માંસ હરામ છે, દા.ત.અલ્લાહ સિવાય અન્ય કોઇના નામ પર ઝબહ કરવામાં આવ્યું હોય,કોઈ જગ્યાએથી પડીને મરી જાય,એહરામની હાલતમાં શિકાર કર્યો હોય વગેરે,આ હુકમ સામાન્ય સંજોગો માટે છે, પરંતુ જો કોઈ માણસ ભૂખથી મરી રહ્યો હોય તો તે પોતાનો જીવ બચાવવા જરૂરતના પ્રમાણમાં હરામ માંસ પણ ખાઈ શકે છે,એવી જ રીતે શરીઅતે બતાવેલા સિધ્ધાંતો મુજબ તાલીમ અપાયેલા શિકારી જાનવરો(દા.ત. કુતરું,ગીધ વગેરે)નો શિકાર પણ હલાલ છે.
➥ નેકી અને ભલાઈના કામોમાં એક બીજાની મદદ કરો અને ગુનાહ અને ઝુલ્મના કામોમાં એક બીજાની મદદ ન કરો.
➥ અલ્લાહે પોતાનો દીન મુકમ્મલ કરી દીધો છે,જેનો પ્રારંભ હજરત આદમ(અલ.)થી થયો હતો,અહકામ અને ગૌણ મસાઇલમાં પરિસ્થિતિઓ અને સંજોગો પ્રમાણે ફરક અને વિવિધતા રહી છે,જેને પરિભાષામાં 'શરીઅત' કહેવામાં આવે છે.
➥ નમાઝ પઢતા પહેલાં જો વુઝૂ ન હોય તો વુઝૂ કરવું અને ગુસ્લ ફર્ઝ હોય તો ગુસ્લ કરવું ફર્ઝ છે, જો પાણી પર્યાપ્ત ન હોય તો અલ્લાહે પોતાનાં બંદાઓની સહુલત માટે તયમ્મુમ કરવાની પરવાનગી આપી છે,અલ્લાહ પોતાના બંદાઓને તક્લીફમાં રાખવા નથી માંગતા,બલ્કે તકલીફના સમયે અહકામમાં સહુલતનો રસ્તો બતાવ્યો છે,જેના પર આપણે અલ્લાહનો શુક્ર અદા કરવો જોઈએ.
➥ દુશ્મન સાથે પણ ન્યાય કરવો જરૂરી છે,કોઈની સાથે એટલી હદે દુશ્મની ન રાખો કે તમે હક અને સચ્ચાઈથી મોઢું ફેરવીને અન્યાય તરફ જવા લાગો.
➥ હઝરત આદમ(અલ.)ના બે પુત્રોમાંથી એકે અદેખાઈના લીધે પોતાના ભાઈનું ખૂન કર્યું,આ ધરતી પર થયેલું પ્રથમ ખૂન હતું,અને દફન કરવાનો તરીકો અલ્લાહે એક કાગડા દ્વારા સમજાવ્યો જે એક મરેલા કાગડાને દફન કરી રહ્યો હતો.
➥ કોઈ એક માણસનું કતલ દુનિયાના તમામ લોકોના કતલ સમાન છે અને કોઈ એકને જીવતદાન આપવું દુનિયાના તમામ લોકોને જીવતદાન આપવા બરાબર છે.
➥ ઇસ્લામી કાયદા કાનૂન અનુસાર ચોરીની સઝામાં હાથ કાપવાની અને લૂંટ-માર,ધાડ પાડવાની સજામાં ગુનાહની ગંભીરતા મુજબ (મૃત્યુદંડ,હાથ-પગ કાપવાની અથવા દેશનિકાલની) સજા આપવામાં આવે છે.
➥ ઇસ્લામમાં ફોજદારી ગુનાહની સજાનો સિદ્ધાંત છે "જેવા કર્મ તેવી સજા" જાનના બદલામાં જાન,આંખના બદલામાં આંખ,નાકના બદલામાં નાક, કાનના બદલામાં કાન,દાંતના બદલામાં દાંત, ઈજાના બદલામાં ઇજા, હાં, જો પીડિત માફ કરવા ઈચ્છે તો માફ કરી શકે છે.
➥ ફેંસલા અલ્લાહના હુકમ મુજબ કરવા જોઈએ, આ સિવાય બધા જાહિલિયતના ફેંસલા છે.જે ન કરે તેને કાફિર, ફાસિક અને ઝાલિમ કહેવામાં આવ્યો છે.
➥ ઇસ્લામ અને ઇસ્લામી અહકામની મજાક કરવાવાળા યહૂદી, ઈસાઈ અને મુશરિકોની સાથે દોસ્તી ન રાખો,તેઓ મુસલમાનોના વિરુધ્ધમાં આપસમાં મળેલા છે,જે તેમની સાથે દિલી દોસ્તી રાખશે ,તેને તેમનામાંથી જ સમજવામાં આવશે,તેમના પુર્વજોમાંથી ઘણાને અલ્લાહ તઆલાએ વાંદરા અને સુવ્વર બનાવી દીધા હતા.
➥ ઈમાનવાળાઓને ચેતવણી આપવામાં આવી છે કે જો તમે દીનથી ફરી જશો તો અલ્લાહ તમારી જગ્યાએ એવા લોકોને લઈ આવશે જેમને અલ્લાહથી મોહબ્બત હશે અને અલ્લાહને તેમનાથી મોહબ્બત હશે, કાફિરોના મુકાબલામાં બહાદૂર અને મોમિન ભાઈઓ માટે નરમદિલ હશે,અલ્લાહના દીન માટે કોશિશો કરશે અને કોઈ ટીકાકારની ટીકાની પરવા નહી કરે.
➥ ઇસ્લામ અને ઇસ્લામી અહકામની મજાક કરવાવાળા યહૂદી, ઈસાઈ અને મુશરિકોની સાથે દોસ્તી ન રાખો,તેઓ મુસલમાનોના વિરુધ્ધમાં આપસમાં મળેલા છે,જે તેમની સાથે દિલી દોસ્તી રાખશે ,તેને તેમનામાંથી જ સમજવામાં આવશે.
➥ દીન પર અમલ કરવાની બરકતો દુનિયામાં પણ જોવા મળે છે, અલ્લાહ તઆલાએ યહૂદીઓ અને ઇસાઈઓ વિશે ફરમાવ્યું કે જો તેમણે તવરાત અને ઇન્જીલના હુકમો પર અમલ કર્યો હોત તો ચો તરફથી બરકતો અને રોઝીના દરવાજા ખુલી ગયા હોત.
➥ યહૂદીઓ અને મુશરિકો મુસલમાનોના કટ્ટર દુશ્મન છે, જ્યારે ઇસાઈઓમાં અમુક ઇસ્લામ અને મુસલમાનોથી મોહબ્બત રાખવાવાળા છે.

0 Comments